Breaking News

3/recent/ticker-posts

સુરત : પોલીસ ના ઘરમાંજ થઇ ચોરી

સુરત ક્રાઇમ બ્રાન્ચ ના હેડ કોન્સ્ટેબલના ઘરે થી રૂ.1.64 લાખના દાગીના ચોરાયા.


Surat-police-crime

ક્રાઇમબ્રાંચના હેડ કોન્સ્ટેબલના બંધ મકાનના તાળાં તોડી રૂ.1.64 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી તસ્કરો ફરાર થઇ ગયા છે. પોલીસકર્મીનો પરિવાર વડોદરા ખાતે સંબંધીને ત્યાં વાસ્તુ પૂજા અને 25મી એનિવર્સરીના કાર્યક્રમમાં ગયો હતો. ડિંડોલી ખરવાસા રોડ પર પંચદેવ એપાર્ટમેન્ટમાં રહેતી અને પોલીસકર્મીની પત્ની મનીષાબેન ઠાકરે 20મી તારીખે સાંજે પરિવાર સાથે વડોદરા નણંદને ત્યાં વાસ્તુપૂજા અને 25મી એનિવર્સરીના કાર્યક્રમમાં ઘર બંધ કરી ગયા હતા.

મોડીરાતે કબાટમાંથી રૂ. 1.64 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી તસ્કરો ભાગી ગયા હતા. બીજા દિવસે સવારે પડોશીએ પોલીસકર્મીને જાણ કરી હતી. આથી પોલીસકર્મીનો પરિવાર તાત્કાલિક વડોદરાથી સુરત આવ્યો હતો. આ અંગે પોલીસકર્મીની પત્નીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરા આધારે તપાસ શરૂ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ